Previous Next
Download for
Laptop |
Tablet |
SmartPhone |
BasicPhone
This app works offline; all videos are included within the app.
જન્મના એક કલાકની અંદર, માતાનું ઘાટું, પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ) બાળકને આપવું જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. માતાનું પ્રથમ દૂધ સૌથી સારૂં હોય છે, તેને ફેંકી ન દો તથા એ બાબતની તકેદારી રાખો કે બાળકને તે મળે.
માતાનું પ્રથમ દૂધ જરૂરી છે કેમ કે તે બાળકના પાચનતંત્રને આવનારા કેટલાક દિવસોમાં બાળકને મળનારા પરિપક્વ દૂધ માટે તૈયાર કરે છે. માતાનું પ્રથમ દૂધ ધાતુ (ઝિન્ક), કૅલ્શિયમ તથા વિટામિન્સ જેવા પોષણથી ભરપૂર હોય છે.
જન્મ બાદના પ્રથમ છ મહિના માટે, બાળકને માત્ર માતાનું દૂધ આપવું જોઈએ બીજું કશું જ નહીં, પાણી પણ નહીં. છ મહિના માટે માત્ર સ્તનપાન બાળપણમાં થતી ડાયેરિયા તથા ન્યૂમોનિયા જેવી સામાન્ય બીમારીઓથી બાળકનું રક્ષણ કરે છે, તથા બીમારી દરમિયાન ઝડપી સુધારો લાવવામાં મદદ કરે છે અને આમ બાળમરણની શક્યતા ઘટાડે છે.
સાતમા મહિનાથી, શિશુની પોષણની જરૂરિયાતોને પૂરી કરવા માતાનું દૂધ પૂરતું રહેતું નથી. માતાના દૂધ સાથે જુદા-જુદા ભોજનના પોષણને પણ સંતુલિત કરો. સમયસરનો, પૂરતો, વારંવાર અને યોગ્ય પૂરક ખોરાક પણ શરૂ કરવો જોઈએ. છઠ્ઠા મહિના બાદ બાળકને દિવસમાં ઓછામાં ઓછા 3થી 4 વખત ખવડાવવું જોઈએ. અને સ્તનપાન કરાવવાનું પણ ભૂલતા નહીં.
આ વિડિયોનું પ્રયોજન કુપોષણના ચિહ્નો તથા ભયાનક પરિણામો અંગે સજાગતા લાવવાનું તથા કુપોષણને રોકવા માટે સમાજ દ્વારા લઈ શકાતાં સરળ પગલાં લેવાં તથા વ્યક્તિગત સ્તરે થઈ શકતા પ્રયાસોની સમજણ આપવાનું છે.
સમાજના વિશાળ વર્ગ સુધી એને પહોંચાડવાનો ઈરાદો છે.
મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર તથા યુનિસૅફ તથા અન્ય વિકાસ ભાગીદારોના સક્રિય સહભાગથી નિર્મિત.